Home » GL Community » Page 18 » Kavita
યાદ આવે છે… જ્યારે હું માના ગર્ભમાં હતો માના પેટ પર કાન મૂકીને તમારું મારી વાતોને સાંભળવું યાદ આવે છે… જ્યારે હું છ માસનો હતો મધરાતે તમારા વાળનું નાજુક હાથોથી ખીંચવું યાદ આવે છે… તમારું ભરઊંઘમાંથી ઊઠવું મારી સાથે કલાકો રમવું અને થાકીને મારું સૂઈ જવું યાદ આવે છે… જાણીતી સ્કૂલમાં મારો દાખલો કરાવવા […]
સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી. -ઉમાશંકર […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુર્જર વાણી ગુર્જર લહાણી […]
એક નાનું રૂપાળું મારું ગામડું, એક મસ્તીભર્યું રૂપાળું મારું ગામડું, એક ખુશીનું મારું ગામડું, ખેતરીયેથી ભર્યું છે મારું ગામડું, એક લીલું રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, એક રમઝમતુ રૂપાળું મારું ગામડું, એક સ્વચ્છ રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, પક્ષીનું ભર્યું છે રૂપાળું મારું ગામડું, એક નાનું રૂપાળું મારું ગામડું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.