Gujaratilexicon Word Of The Year 2020

Gujaratilexicon Word Of The Year 2020

Word Of The Year 2020 Contest

ગુજરાતીલેક્સિકન રજૂ કરે છે વર્ષ 2020 માટે ‘ગુજરાતીલેક્સિકન વર્ડ ઑફ ધ યર’ કૉન્ટેસ્ટ.

આખા વર્ષ દરમ્યાન સૌથી વધુ ચર્ચાયેલો અથવા સૌથી વધુ વાર સાંભળવામાં આવ્યો હોય એવો કોઈ શબ્દ અને જો તમને લાગે કે તે શબ્દ (જૂનો / નવો) ‘વર્ડ ઑફ ધ યર’ બની શકે છે તો અમને તે શબ્દ અને તેનો અર્થ info@gujaratilexicon.com ઉપર ઈમેલ કરો અને સ્પર્ધામાં ભાગ લો અને વિજેતાને મળશે 5001/- રૂપિયાનું રોકડ ઇનામ

કૉન્ટેસ્ટ સમયગાળો : 01-12-2020 થી 20-12-2020

પરિણામ જાહેર થવાની તારીખ : જાન્યુઆરી 2021

‘ગુજરાતીલેક્સિકન વર્ડ ઑફ ધ યર’ કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટેના નિયમો :

  1. ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ 3 શબ્દો ભાગ લેનાર વ્યક્તિ સૂચવી શકશે અને શબ્દ સાથે તેનો અર્થ આપવો ફરજિયાત રહેશે.
  2. જો એક કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા સમાન શબ્દ સૂચવવામાં આવેલ હશે અને જો તે ‘વર્ડ ઑફ ધ યર’ સ્પર્ધામાં વિજેતા તરીકે પસંદ થશે તો વહેલાં તે પહેલાંના ધોરણે સૌ પ્રથમવાર તે શબ્દ અમને સૂચવનાર વ્યક્તિ વિજેતા જાહેર થશે.
  3. શબ્દ અને તેનો અર્થ અમને ફક્ત ઈમેલ દ્વારા જ મોકલવાનો રહેશે, અન્ય કોઈ માધ્યમ દ્વારા સૂચવેલ શબ્દ સ્પર્ધામાં માન્ય ગણાશે નહીં.
  4. કૉન્ટેસ્ટ સમયગાળા બાદ પ્રાપ્ત થયેલ કૃતિઓ સ્પર્ધામાં માન્ય ગણાશે નહીં.
  5. નિષ્ણાતની પેનલ જે શબ્દને માન્ય ઠરાવે તે જ વિજેતા શબ્દ જાહેર થશે અને તે પ્રસિદ્ધ કરવા અંગેના તમામ હક તથા સ્પર્ધા અંગેના બધા હક ગુજરાતીલેક્સિકનને આધિન રહેશે.
  6. આ સ્પર્ધાનો હેતુ ફક્ત અને ફક્ત ગુજરાતી ભાષાના શબ્દોનો વ્યાપ વધારવાનો છે તેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી.

WORD OF THE YEAR – 2018

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

,

માર્ચ , 2024

મંગળવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects