Home » GL Community » Page 2 » Kavita
યાદ આવી ગયા આજે એ નાનપણના દિવસો ખરેખર! કેવા રુડા હતા એ ભોળપણનાં દિવસો, નદી તળાવ અને વરસાદથી મન લલચાઈ જતું, પાણીમાં રમવા કાજે ભોળું મન આતૂર થઈ જતું, ભાઈભંધ સાથે પાણીનાં છબછબિયા કરતા, એકબીજા પર ખોબે ખોબે પાણી ઊડાવતા, દુનિયા જાય તેલ લેવા આપણે તો મોજ કરતા, બેફીકરા થઈને પાણીમાં રમવાની મજા માણતા, પણ […]
ચકીરાણી, ચકીરાણીડાયરી લઇ ફરવા હાલી પેન પેપર ને જાતની લ્હાણીશબ્દો મહી સૂરજની સતામણી ગરમીમાં વળી કેવીક અટવાણીચકીરાણી, ચકીરાણી ડાયરી લઇ ફરવા હાલી.ટોપી, ગોગલ્સ ને રૂમાલની લ્હાણી, હું બધું લઇ ફરવા હાલી, જરા રણકી ચકી રાણી. બેસી છાંયે હું વાત લખીશ, મનનું બધું ખાસ લખીશ, નિશાંત જગ્યા શાંત લખીશ.હું જરાક જગતનું આસપાસ લખીશ, કેવુક મજાનું જગનું […]
ગયો શિયાળો આવ્યો ઉનાળો, બળબળતી બપોરે હાલ્યો, અંગ દઝાડતી લુ લાવ્યો ..ગયો શિયાળો આવ્યો ઉનાળો, બરફ, ગોળા, કુલ્ફી લાવ્યો, આઇસક્રીમનો ચટકો લાવ્યો, તરબૂચ ;ટેટીના સ્વાદ લાવ્યો, ઠંડા મીઠા શરબત લાવ્યો, શિખંડ ; પૂરી ના જમણ લાવ્યો, આમ્રરસની લિજ્જત લાવ્યો, ફર ફર કરતા પંખા લાવ્યો, શીતળ પવનની લહેર લાવ્યો, પરીક્ષાના થાક ઉતારવા, નવા સત્રમાં તાજા થવા, […]
ચાલો રમીએ, ભણીએ, ગણીએનિત નવું શીખીએ…ચાલો રમીએ.. ખંજરી વાગે, ઢોલક વાગે; છુમ્મક છુમ્મક નાચીએ; સુંદર મજાના જોડકણા બનાવી; ગીત મધુરા ગાઈએ..ચાલો રમીએ… મને ગમતા નાના નાના, સુંદર રમકડા બનાવીએ, કાગળની તો હોડી બનાવી, વહેતા પાણીમાં તરાવીને..ચાલો રમીએ… આડી લીટી ઊભી લીટી, સુંદર ચિત્ર બનાવીએ, નયન રમ્ય નવા રંગો પુરી, ભાતીગળ સજાવીએ..ચાલો રમીએ… સુંદર તરાહની પ્રવૃતિ […]
એક નાનું રૂપાળું મારું ગામડું, એક મસ્તીભર્યું રૂપાળું મારું ગામડું, એક ખુશીનું મારું ગામડું, ખેતરીયેથી ભર્યું છે મારું ગામડું, એક લીલું રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, એક રમઝમતુ રૂપાળું મારું ગામડું, એક સ્વચ્છ રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, પક્ષીનું ભર્યું છે રૂપાળું મારું ગામડું, એક નાનું રૂપાળું મારું ગામડું.
બાળપણમાં જેના વિશે, નિબંધ લખી નાખતો, લખવા બેસું જો આજે, તો શબ્દો ઓછા પડશે. અગણિત છે ઉપકાર એના મુજ પર, ગણવા બેસું જો આજે, તો આંકડા ઓછા પડશે. જન્મ આપીને મને, કહોને આ દુનિયાજ આપી દીધી જેણે, એ માને ભેટ આપવા, ચાંદ – તારા પણ ઓછા પડશે. એની બધીજ ઈચ્છા પૂરી કરી શકું, એવી ઈશ્વરને […]
અઢળક શબ્દોમાં રજુઆત કરી, છતા વાત હંમેશા અધુરી રહી ગઈ. રાહ જોતા-જોતા ફરી સવાર નિહાળી, ખબર ના રહી ક્યારે આ રાત વીતી ગઇ. હૈયે રાખી હતી હંમેશા છુપાવી ને, એ લાગણી આંસુ થકી સરકી ગઈ. હકીકત સમી હતી નજરો સામે, સ્વપ્ન બની યાદોમાં રહી ગઈ. બહુ ખાસ કંઈ કહેવુ નહોતુ આજે, અક્ષર સહ વેદના મૌનમા […]
રવિવારનો દિવસ હતો ચકલીએ કર્યો વિચાર ! ‘થિયેટર’માં જઈને આજે ચકલીઓ બેઠી ચાર. દાણા-બાણા લીધાં નહીં ને લઈ લીધા ‘પૉપકોન’ ! થિયેટરની ખુરશીએ બેસી એણે પિક્ચર જોયું ‘ડૉન’. ‘ચીં..ચીં..’ ભુલીને એ તો ડાયલૉગ કેવા બોલે ? પિક્ચરના એ ગીતો ગાતી થનગન થનગન ડોલે ! પિક્ચર જોઈ એક ચકલી થઈ ગઈ ગાંડીતુર ! માળાનુ ભુલીને સરનામુ […]
’ખોવાઈ ગયું ખોવાઈ ગયું બાળપણ ખોવાઈ ગયું’’ ભમરડા ફેરવાના સમય માં ફોન રમવા લાગ્યો લટકતા ઝૂમર ને જોઈ ને ભોજન કરતો બાળક સ્માર્ટફોન ફોન જોઈને ભોજન કરવા લાગ્યો મેદાન માં રમવાને બદલે ફોન સાથે રમવા લાગ્યો સાતોડિયું, ખો ખો, છૂટી સાંકડ, ઢગલા બાજી આ બધું છોડીને PUBG રમવા લાગ્યો ‘’ખોવાઈ ગયું ખોવાઈ ગયું બાળપણ ખોવાઈ […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.