વાર્તા

April 11 2020

*કળિયુગની રામકહાણી*

એક વાર હનુમાનજી પારસમણિ નામની જડીબુટ્ટીની શોધમાં મુંબઈ સેન્ટ્રલ પરથી પસાર કરીને જય સૌરાષ્ટ્ર ગિરીમાળામાં પ્રવેશ્યા ત્યાં જ તેમનું મિલન મહાલક્ષ્મી સર્કલ પાસે શ્રવણ અને શ્રીરામ સાથે થયું તેઓ બંનેએ હનુમાનજીને આગ્રહપૂર્વક અશોક વાટિકા માં ૠતુરાજ પર્વત પર લલિતા મહલ માં ઉતારો આપ્યો ત્યાં સુંદર અપ્સરાઓએ અનુપમ અને સુંદર નૃત્ય કરીને તેમનું સ્વાગત કર્યું તેમનું નૃત્ય જોઈને હનુમાનજીએ પ્રસન્ન થઈને આશિષ આપતા બોલ્યા “હે! કામિનીઓ તમારા સુંદર નૃત્યથી અતિ પ્રસન્ન થયો છું તેથી આપને મૃત્યુ લોકમાં ગેલેક્સી નામના મોલમાં અવનવી નોવેલ્ટી અને અલંકાર થી શણગાર સજીને નૃત્ય કરશો તો મિહીર નામનો રાજકુમાર આપના પર મોહિત થઈને મૂર્છિત થશે તેવા સમયમાં ગિરનાર પર્વત પર રહેતા નવયુગ નામના ૠષિનું સ્મરણ કરશો તો સોમનાથ મહાદેવ પ્રસન્ન થશે, અને તે તમને વરશે.
આ તરફ અમિતાભ નામનો એક મોર્ડન કલાકાર આમ્રપાલીની અદાલતમાં ગીતા પાઠ કરતો હતો તેની ભક્તિથી હનુમાનજી પ્રસન્ન થાય છે તેવા જ સમયે ગૌરી નામની આર્યનારીને તેના પૂર્વજન્મના સુકર્મના પ્રતાપે આકાશવાણી સંભળાય છે કે તું મેઘદુત ૠષિના આશ્રમમાં આવેલા શિવ મંદિરમાં આરાધના કરવા જા ત્યાં ત્યાં અમિતાભની બે શિષ્યા મીરાં અને દિપાલી તારી ભક્તિભાવથી પ્રભાવિત થઈ છે, તારી મધુર વાણીથી નટરાજનો મહિમા સંભળાવીશ તો હનુમાનજી અતિ પ્રસન્ન થશે, આથી તે આર્ય નારી આમ્રપાલી તરફ વિહાર કરે છે તેવા સમયે તેના ભાવથી અતિ પ્રસન્નતાથી હનુમાનજી પ્રગટ થાય છે, અને કહેવા લાગે છે “હે!,દેવી, હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું, પણ પછી શોકાતુર થઈને વદ્યા પણ દેવી એક ચિંતાજનક વાત છે આગળ યુગના અંતમાં મહા ભયંકર કળિયુગમાં સીટી પ્લસ નામનો માયાવી રાક્ષસ પોતાની માયાથી કોરોના નામનો રાક્ષસ પેદા કરીને ભારતમાં કાળો કેર ફેલાવશે..,!!” આ સાંભળી ગૌરી કરુણ કલ્પાંત કરવા લાગી, તે જોઈને હનુમાનજીએ સૌને હૈયા ધારણ આપતાં કહ્યું કે, “જો મનુષ્યો ઘરમાં રહીને રોજ સવારે શિવ આરાધના કરીને રાજશ્રી દેવી અને સત્યવાદી હરિશ્ચંદ્ર નું સ્મરણ કરશે તો કોરોના ભસ્મીભૂત થઈ જશે..!!” એટલું બોલીને હનુમાનજી અલોપ થઈ ગયા.
( નોંધ : આ કાલ્પનિક વાર્તા છે જેમાં સિનેમા વિષે કાલ્પનિક વાતો લખી છે.,,)
-અનિલ દવે.

More from Anil Dave (anu)

More Article

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Loading…


Social Presence

શ્રાવણ , વદ

ઓગસ્ટ , 2020

1

મંગળવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects