short poems..મારા મનની ઝરમર…

April 23 2020
Written By GujaratilexiconNirav Kriplani

1.માપવી તી ઊંચાઈ મારે…આ ધરાતલ થી સ્વર્ગ સુધી…કીડીના દર થી… ઈશ્વર ના ઘર સુધી…પણ……….બનાવી આપે એની માપ પટ્ટી….નથી મળ્યો ઇવો કારીગર હજી સુધી….2. મનતો એક આઝાદ વિહરતું પંખી છે…એને બાંધીને ન રાખશો..ઉડવા દો એને..અવિરત…એની સીમાના ખંત સુધી…ગગનને પેલે પાર…ક્ષિતિજના ઇતિ: થી અંત સુધી…3.સામો મળે જો કોઈ તો..અને વાત જો નીકળે…લોકો કહે…દોસ્ત યે અંદાજ બહુત સચ્ચા હે…પણ ખભો ફર્યો…પીઠ વળી કે તરત બોલતા…દિલ બહલાને કો એ ગાલિબ…યે ખયાલ બહુત અચ્છા હે…4.શબ્દોની આ રમતમાં એવો તો ગૂંચવાયો છું…મારુજ અસ્તિત્વ..મારોજ પ્રશ્ન..મારુજ નાક.. અને..મારાજ શ્વાસ …અને હુંજ વિસરાયો છું…5.કોઈકની ભીની લાગણીઓ ને વશ એક ઉંદર,મારા મનના દરમાં રહ્યો રમતો ભમતો…એક અનુપમ સ્વપ્ન જે સંઘરેલુંમારી હૈયા ડાબલીમાં…ટરરર ટરરર…છોને રહ્યો એના નકૂચા કોતરતો….6.પ્રખર સહરાના રણની તરસને જાણે મીઠી વીરડી મળી છે..આવ્યા છો આજ… નક્કી કોઈક બાધા ફળી છે….કહો કોઈ એમને….શું તો આ સૌંદર્ય અતિ નયન રમ્ય છે…આપ છો અહીં એવી ખાતરી મમઃ હૃદયગમ્ય છેઆપને કરેલ અનુનય વિનય પણ અનન્ય છે…આપના આગમનથી સંતૃપ્ત થઈ આજ મારી’આંખ’ આ ધન્ય છે…7.એક વૃદ્ધ દંપતી પોતાના સંતાનને મનમાં-શીદને મોકલે મને એ મંજિલ પર જ્યાં મારુ ગંતવ્ય નથી…મારોજ પ્રસંગ, મારી જ યાત્રા, હું જ યાત્રી….અને મારું જ મંતવ્ય નથી…8.કેટલી ઊંડી હશે વ્યથા કેટલો તીવ્ર હશે વલોપાત?ઠાલવાશે જ્યારે સઘળું અહીં વિના માપ વિના અનુપાત,નગર ઉંબરે ને જગ ચોકે, અવલોકશે આખી મહોલાત,સરાજાહેર તમાશો થશે, વિના એક પણ જાહેરાત,નહીં ભુલાય એમને એ કાળજું કાપનારી કાળી રાત,થશે સમસ્ત અસ્તિત્વ વિલીન;કેમકે ગુમનામ બની ને આવશે એ ‘ચક્રવાત’!!!#differentshadesofblack9.એક અશ્રુબિંદુએની આંખથીછલકાયુંપાંપણે લટકાયુંપછીપછી…નીચે પટકાયુંપટકાયું અને વેરાયુંટીસએક ટીસ ઉઠી મન માંઅને…ધબકારહાય ધબકારહૃદય થી ધબકાર ચુકાયું…જાણે કે મારા હૃદય નું મોતી વીંધાયું…10.11.ન ગમ્યું જે પામ્યું તે ગમાંડવાની પણ એક મજા છેદુનિયા સંભલાવે જે સજા મૌન રહીને સ્વીકાર એનોકરેલા કર્મો ને સાક્ષી ભાવેજોવા ની અદા છે…સંઘર્ષ કે સમર્પણ તેના નિર્ણય ની પણ મજા છે…હાથ ફેલાવીઆકાશ સામે ટગર ટગર તાકીએની આંખ સાથે આંખ મિલાવી પૂછવુંહે ખુદાશુ માનવ વેશે અવતરવું એટલીજ મારી ખતા છે…12.વરસાદની એક આછેરી છાલક, ને ભીની માટીની સોડમની મીઠી તલપ,પનિયારી ઓ ના ટકરાતા ઘડાઓ ની ખણક,ને ગીરની ધારે મલપતિ ચાલે,મદમસ્ત ડોલતા સાવજો ની ડણક,વછુટેલી નાગણ જેવી ધસમસતી,ને છતાંય માં સમ હેત વરસાવતી નદીઓના વહેણ ની ઝલક….ઝાપટા માવઠા હેલી ની આ અલમસ્ત ઋતુ માંમને યાદ આવે…ગરવો ગિરનાર ધીંગી ધરાહેતાળ માનવી લીલુડી ધરતીઘૂઘવતો દરિયોએવી એવી સોરઠ ભોમકા,ને એનો અનેરો કંઠાળ મલક….14.દરેક વખતે સીધી લીટી માં ચાલવા કરતા,ક્યારેક જરા મૂડી લેવું સારું,આખી જિંદગી સોના ના પાંજરા માં પુરાવા કરતા,ક્યારેક થોડું ઉડી લેવું સારું!!!15.મારું આ આખુંય આકાશતારું આ આખુંય આકાશઆશાની ઊજાસથી પ્રદીપ્તઆપણું આ આખુંય આકાશકીનારે આરંભ અનેકીનારે જ આપશે મંજીલઅને હરસમયે સાથ આપતુંઆપણું આ આખુંય આકાશમઝધાર ના તોફાનેઝુઝવતા જળ અફાટત્યારે પણકાળા વાદળો નીરૂપેરી કોર દેખાડેઆપણું આ આકાશ!16.કારણ ન શોધ તું હસવા માટે,જીવન ટુંકું છે આ રડવા માટે.નાના નાના સુખોથી સજાવી,ઇન્દ્રધનુષ નવુંજ ઘડવા માટે.ઉઠ, ઉભો થા, ને આગળ વધ,ઠોકર બની નથી, નડવા માટે.છે ઘણું પામવાનું, તને હજુય,સેંકડો ક્ષણ છે બધું કરવા માટે.ડગ ભર મક્કમતાથી હે માનવીઆતુર છે મુકામ તને મળવા માટે.17.આજ ની પીડા છે મને…એ મને ગઈકાલ ની ભવ્યતા બતાવે….સત્ય ને કહે એ પરમેશ્વર,પણ જો કહું સત્ય તો બહુ સતાવે…જ્યાં જરૂર છે કર્મ ની,ત્યાં કર્મ ની કથા કરી પતાવે….એ સમાજ ની સમજ વિશે શું કહું…?ખુદ ના સ્વાર્થ માટે જે ઈશ્વરનું યે નામ વટાવે….18.ડુબાડે કે ઉગારે એ હવે છે સપુર્ણપણે તારા હાથમાં,મને તરતા ના આવડેને જો..તું દરિયા ઉતારે આંખમાં…19.વાસ્તવિકતાઓથી વેગળા થઈ કરેલી કલ્પનાઓને આ જગત પ્રશસ્તિ સન્માન કરે છે…ધ્યાન નથી કોઈનેય આ શોર બકોરમાંકચડાયલા વંચિતોભુખ્યાજનોનું હૃદયઆંતરડીઓ ને જઠર સાથે તાલ મિલાવી દરિદ્રતા દારૂણ્યનુંકરુણ ગાન કરે છે…20.અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર,હૃદય રમતું મૂકી દીધું આજ અકસ્માતોના રસ્તા પર.21.જીભ કાપી લઇ પીડાનીસાહિત્ય, પ્રેમ નો ઘોંઘાટ લઇને ફરે છેછે અસંવેદનશીલ વાસ્તવિકતા પ્રત્યેકલ્પનાઓનો વધુ ઉચાટ લઇને ફરે છે.22.સામે વિટંબણાઓ ની ફોજ છે!!!રે મનવા તોય આપડે મોજ છે!!!23.ઝાકળના બિંદુ સા આ હાસ્યની ઘાત પણ જીરવી લઉ..તું સપનાઓનો એકાદ દસ્તાવેજ તો મોકલ…હું હૃદયની તમામ મિલકત પણ ગીરવી દઉં…24.હા મારી મથરાવટી મેલી છે..કેમ કે મારી લાગણીઓ તુજ ઘેલી છે…કોઈ વરસાદ ની ઝરમર નહીં..એ મારા પ્રેમની હેલી છે…આ કોઈ પ્લાસ્ટિક નું ઝભલું નથી…મારા હૈયાની થેલી છે…એક જ દિશામાં પુરપાટ ઝડપેએકજ ધ્યેય ધસમસતી આ રેલી છે…હવે તો ઓળખ..કે તું તું ને માત્ર તું જ છે એજેના માટે મેં મારી હસ્તિ મેલી છે…25.થઈ છે કેટલીય ભૂલો… જેણે હેરાનગતિ કરી છે…એક ટીપું હતું રંગનુંમારા હૃદયના થાળ મહીંજેમાં પીંછી ઝબોળીનેજેને વિસ્તારી…નેમેં આ કથા કરી છે.- અસ્તુ…

More from Nirav Kriplani

More Article

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

માર્ચ , 2024

મંગળવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects