જોયો જ નહિ.

January 09 2020

માણસ માણસને મૂર્ખ બનાવતો હતો જોયો જ નહિ,
ખૂદ પોતાને જ ભગવાન મનાવતો હતો જોયો જ નહિ.

કસ્તુરીના કાળા બજાર કરાવીને ખીસ્સા ભરતો હતો,
પ્રજાને લળી-લળીને નમન કરાવતો હતો જોયો જ નહિ.

બહું સીધા સાદાને જ દુનિયા ધાક-ધમકીથી ડરાવે છે,
હર્યોભર્યા બાગમાં અગન ચંપાવતો હતો જોયો જ નહિ.

ચર્ચાઓનો વિવાદ કરીને વેરઝેરના બીજ રોપતો હતો,
ગરીબ પ્રજાજનની જાન લેવરાવતો હતો જોયો જ નહિ.

સ્વતંત્રતાના નામે મુડીવાદીઓ દ્વારા ત્રાસ ફેલાવતો હતો,
આઝાદીના ખોટા ગાન ગવરાવતો હતો જોયો જ નહિ.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


મહા , વદ

ફેબ્રુઆરી , 2020

9

સોમવાર

17

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects