તેનું નામ જ છે જિંદગી

January 09 2020

રોજ નવા નાટક કરાવે તેનું નામ જ છે જિંદગી,
ખેલ નવા-નવા નચાવે તેનું નામ જ છે જિંદગી.

ભાવો કાગળમાં ઉતારી ને પાસે જ રાખવા પડે,
તારા ભાવો ઠેબે ચડાવે તેનું નામ જ છે જિંદગી.

ખુદની જાતને માયાઝાળમાં જ ફસાવતો જાય,
તેને માયા ઝાળ ફસાવે તેનું નામ જ છે જિંદગી.

ચમકતી શહેરની સડકો પર આવારા બનીને ફરે,
ફેશનમાં સન્માન ગુમાવે તેનું નામ જ છે જિંદગી.

માણસ માનવતા ભુલીને સ્વાર્થમાં અંધ બન્યો છે,
‘હું’ પદ માનવને ભાન ભુલાવે તેનું નામ છે જિંદગી.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


મહા , વદ

ફેબ્રુઆરી , 2020

13

શુક્રવાર

21

આજે :
વિશ્વ માતૃભાષા દિવસ મહા શિવરાત્રિ
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects