મને સુખી કર્યો જ નહિ.

January 09 2020

કિસ્મતના ભોગે જિંદગીએ મને સુખી કર્યો જ નહિ,
નસીબના ભોગે જિંદગીએ મને સુખી કર્યો જ નહિ.

કસમયે નજર લાગી ને બિમારીમાં વિત્યું બાળપણ,
જુની બાળપણની માંદગીએ મને સુખી કર્યો જ નહિ.

જવાબદારીઓના બોજ નિચે જ જિંદગી વિતી ગઈ,
રીતિરિવાજોની નારાજગીએ મને સુખી કર્યો જ નહિ.

દુષ્ટ સમાજની કુટીલતા ભરેલી રીતભાતમાં છેતરાયો,
ભોળા સ્વભાવની સાદગીએ મને સુખી કર્યો જ નહિ.

ધર્માધિકારીના નૈણનાં ભમ્મરો ચડેલી જોઈને શરમાયો,
દંભી સમાજની આવારગીએ મને સુખી કર્યો જ નહિ.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


મહા , વદ

ફેબ્રુઆરી , 2020

13

શુક્રવાર

21

આજે :
વિશ્વ માતૃભાષા દિવસ મહા શિવરાત્રિ
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects