શોધું છું.

January 09 2020

દિવસે ન મળે તે સપનામાં શોધું છું.
ક્યાંય ન મળે તે આયનામાં શોધું છું.

રોજના નિત્યક્રમની નોંધ ટપકાવું છું,
ઘટીત ઘટનાને કોરા પન્નામાં શોધું છું.

સાલું! ક્યાંક તો કાચું કપાયું હશે જ,
તેથી સ્તો, તને મયખાનામાં શોધું છું.

ખોબે-ખોબે પીધા પછી’ય તરસ રહી,
હું નામે જિંદગી ને કંગનામાં શોધું છું.

સફળ થઉ કે નિષ્ફળ બસ કર્મ કરું છું,
પ્રભુ તને પ્રભાતની પ્રાર્થનામાં શોધું છું.

અનિલ દવે. (“અનુ”)

More from Anil Dave (anu)

More Kavita

ખબર નથી પડતી!

ખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.! જયારેજયારેએવુંલાગેકેહુંએનેખુબજસારીરીતેજાણુંછું, તેવાદરેકક્ષણપરકંઈકનવીજવિવિધતાનોપરિચયથાયછે, જાણેકેએમાંએકઅલગજધરોહરહોય.! ખબરનથીપડતી, કેહુંચાલ્યોતોહઈશ, પણક્યારેય ‘હેંડ્યો’કેમનથી!; પાણીપીધુંહશે , પણ ‘પોની’કેમનથીપીધું!, વાદળોવરસતાજોયાછે, પણ ‘વાદલડી’વરસતાકેમનથીજોઈ! અગણિતવારસવારપડતાંજોઈછે, પણક્યારેય ‘પરોઢિયું’ કેમનથીનિહાળ્યું! મારાહૃદયનીઅંદરઝાંખવાનોપ્રયાસતોકર્યોછે; પણક્યારેય ‘મનનીમાલીપા’જોવાનોપ્રયત્નકેમનથીકર્યો!; આવીજરીતેઘણુંબધુંકર્યુંછે, પણ ‘હંધુંય’કેમનથીકર્યું.! કહેવાયછેકે, બારગામેબોલીબદલાયછે; પણમજાનીવાતતોએછે, કેઆકહેવતપણબારગામેઅલગઅલગઢબમાંબોલાયછે; એવીજરીતેજેવીરીતેમાણસનીમાતૃભાષાઅલગઅલગહોયછે, પણદરેકનીમાનીમમતાતોએકસરખીજહોય. મનેતોલાગેછેકેમારીમાતૃભાષાજોડેહેતનુંએવુંબંધાણ છેજેમનેરોજઅલગપ્રતીતિકરાવેછે, એજચાલતીશ્રુષ્ટિમાંનવુંજીવનજીવતાશીખવાડેછે.! ખરેખરખબરનથીપડતી, એનેમાંકહુંકેમાતૃભાષા; કારણકેમનેમારીમાતૃભાષામારાદેશજેવીલાગેછે.!

Gujaratilexicon
Jay Pandya
July 05 2020
Gujaratilexicon

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Loading…


Social Presence

,

સપ્ટેમ્બર , 2020

20

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects