મિત્રો,
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત 27મું જ્ઞાનસત્ર તા. 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.
આ જ્ઞાનસત્ર અંગેની વિગતવાર માહિતી અહીં આપેલી લિંક ઉપરથી મેળવી શકાશે.
http://www.gujaratisahityaparishad.com/shikshan/pravruti/seminar/27gnan-satra.pdf
આ જ્ઞાનસત્રના અધ્યક્ષ સુશ્રી વર્ષા અડાલજા છે.
આ જ્ઞાનસત્રના પ્રથમ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે હાલમાં જ આયોજિત પાંચ સત્રની કાર્યશાળામાં રજૂ કરાયેલ નિદર્શનમાંથી ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું અને ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલની રજૂઆત કરવામાં આવનાર છે.
રસ ધરાવતાં સહુ કોઈને આ નિદર્શનમાં ભાગ લેવાનું આમંત્રણ છે.
જો જો આ સુવર્ણતક ચૂકતાં નહિ – તા. 21 ડિસેમ્બર 2012 – સુરત
૨૭મું જ્ઞાનસત્ર: તારીખ ૨૧/૨૨/૨૩ ડિસેમ્બર ૨૦૧૨.
યજમાન સંસ્થા: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.
અધ્યક્ષ: શ્રી વર્ષા અડાલજા
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.