Gujaratilexicon

તમે – દિવસ અને રાત

October 04 2019
Gujaratilexicon

સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યુંહી તમામ હોતી હૈ. ક્યારેક તમને પણ એવું લાગ્યું જ હશે, નહીં ? કે આ દિવસ અને રાત છે શું? ચાલો, આજે તમને જણાવી જ દઈએ કે આપણી સાથે આ દિવસ રાતનો નાતો શું છે!સૂર્યોદયથી દિવસની શરૂઆત થાય એટલે આપણા શરીરમાં પિત્ત જાગૃત થાય. સૂર્યની ઉપસ્થિતિ શરીરમાં ઉર્જાની ઉત્પત્તિને પિત્તના માધ્યમથી બળ આપે છે. આ બળનો વપરાશ થાય એટલે શરીરમાં સંચિત બળતણ ( વાત  – પિત્ત – કફ ) ઓછું થાય અને તેની સાથે મલ સ્વરૂપે મૂત્ર, પુરીષ(વિષ્ઠા) અને સ્વેદ(પરસેવો)ની ઉત્પત્તિ થાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ વ્યવસ્થા અવિરત ચાલે અને તમે તમારા રોજબરોજના કાર્ય ને સહજતાથી કરી શકો, માણી શકો. સૂર્યાસ્ત થાય એટલે શરીરમાં પિત્ત નિષ્ક્રિય થવા માંડે અને નવી ઉર્જાની ઉત્પત્તિ માટે આવશ્યક પાચન ક્રિયા બંધ થવા લાગે.

શાસ્ત્રોમાં પણ એટલે જ સૂર્યાસ્ત પછી ભોજનને નિષેધ કહેવાયું છે. અને જો કરવામાં આવે તો તે ભોજન સંપૂર્ણ પાચિત થતું નથી અને જુદા જુદા રોગોને ઉત્પન્ન કરવાની પૂર્વભૂમિકા તૈયાર કરે છે. અને જો ભોજન કરવું જ પડે તો ખૂબ અલ્પ માત્રામાં કરવું અથવા માત્ર ગરમ પ્રવાહી ખોરાક લેવો, જેમ કે સૂપ. 

રાત્રી એટલે સોમદેવ ચંદ્રનું સામ્રાજ્ય. બ્રહ્માંડમાં ચંદ્રની ઉપસ્થિતિ, શરીરમાં કફને સક્રિય કરે. આ કફ એટલે શરીરનો રચનાકીય ઘટક જેનું કામ છે, આખા દિવસ દરમ્યાન જે પ્રકારનો ઘસારો શરીરને લાગ્યો હોય તેનું રિપેર અને રિનોવેશન કરવાનું. સૂર્યાસ્તની સાથે જ આ રિફિલિંગની ક્રિયા શરૂ થઈ જાય છે અને એમાં જો વચ્ચે કોઈ આહાર લેવામાં આવે તો ખૂબ ખલેલ પહોંચે છે. એક તો સૂર્યની ગેરહાજરીથી પિત્ત પાચનના કરી શકે એટલે અપચો થઈને મેટાબોલિક ડિસઓર્ડરની સંભાવના વધે છે અને કફનું રિફિલિંગનું નોર્મલ કાર્ય ડિસ્ટર્બ થવાથી સ્ટ્રક્ચરલ ડીસીસ(ફોલ્લી, ગુમડા, ગાંઠ વગેરે)ની સંભાવના વધે છે. 

રાત્રે તો એક જ કામ કરાય- સૂઈ જવાનું. સૂર્યાસ્ત પછીના ત્રણ કલાકમાં સૂવાથી ખૂબ જ સારી અને સંતોષપૂર્વકની ઊંઘ આવે છે જે બીજા દિવસે સૂર્યોદય પહેલા આપમેળે આંખો ખૂલી જાય તેવી બોડી ક્લોક ગોઠવી દે છે અને આવનાર આખા દિવસના રોજિંદા કાર્યો માટે આવશ્યક ઉર્જા આપનાર બળતણ ઉપલબ્ધ કરાવે છે. 

ઈમ્યુનિટીને 100% એલર્ટ અને એકટીવ રાખવાની આ એક રીત છે. જો ઈમ્યુનિટી પરફેક્ટ હશે તો તમામ રોગોને દૂર રાખવાનું કામ સ્વાભાવિક રીતે થતું જ રહેશે.

એટલે જ કેહવત છે કે : રાત્રે વેહલા જે સૂવે, વહેલા  જાગે વીર. બળ, બુદ્ધિ ને ધન વધે, સુખ માં રહે શરીર .

જાણો આ શબ્દનો અંગ્રેજી અર્થ (Gujarati to English)

સૂર્યોદય – sunrise.

સંચિત – amassed, accumulated; hoarded. n. accumulated karma (merit or demerit) of past life or lives.

ખલેલ – disturbance; interruption; obstacle; loss.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

શુક્રવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects