Gujaratilexicon

ગુજરાતીલેક્સિકોનની ઑફલાઇન ‘પોપ-અપ ડિક્ષનરી’ ઍપ્લિકેશન

November 23 2013
Gujaratilexicon

1_Splash Screen

એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઑફલાઇન ઍપ્લિકેશનની મહત્ત્વની વાત એ છે કે ઍપ્લિકેશનની મદદથી
અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ(English to Gujarati Dictionary) અને
ગુજરાતી શબ્દનો અંગ્રેજી(Gujarati to English Dictionary) અર્થ જાણી શકાય છે અને એ પણ કાર્યરત ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર! આ ઉપરાંત આ એપ્લિકેશનમાં ગુજરાતી સપોર્ટ આપવામાં આવેલ છે તેથી જો તમારા ડિવાઇસમાં ગુજરાતી સપોર્ટ નહીં હોય તો પણ આ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકશો.

આ ઍપ્લિકેશન ઇનસ્ટોલ કર્યા પછી તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ :

* આ એપ્લિકેશનનામાં ઇનબિલ્ટ સર્ચ બોક્સ આપવામાં આવેલ છે, આથી સર્ચબોક્સની અંદર જ કોઈ પણ શબ્દ લખી તેનો અર્થ ત્યાં જ મેળવો અને તે પણ ઓટો સજેસ્ટ સુવિધાની સાથે.
*તમારા ડિવાઇસના કોઈપણ મેસેન્જર, મેસેજ, વ્હોટ્સઅપ, ઇમેલ કે બ્રાઉઝર ખોલો
*આવેલા વિવિધ સંદેશા કે સાઇટ ઉપરની વિગતોમાંથી કોઈપણ શબ્દ અંગ્રેજી/ગુજરાતી પસંદ કરો એટલે કે સિલેક્ટ કરો
*ત્યારબાદ એ શબ્દને કૉપી કરવા માટે દર્શાવાતા આઇકોનમાં કૉપી કરો
*કૉપી કર્યા બાદ તરત જ તે પસંદ કરેલા શબ્દનો અંગ્રેજી કે ગુજરાતી અર્થ ત્યાં જ જોઈ શકાશે
*કોઈપણ ચિત્ર કે ઇમેજમાં આ ઍપ્લિકેશન કાર્યરત નહીં થઈ શકે
*આ એક ઑફલાઇન ઍપ્લિકેશન છે તેથી ઇન્ટરનેટના ઉપયોગ વગર પણ આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે

આ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
https://play.google.com/store/apps/details?id=com.arniontechnologies.gujlexicondictionary

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

5

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects