Gujaratilexicon

ઑફલાઇન ‘પોપ-અપ ડિક્ષનરી’ ઍપ્લિકેશન : કેવી રીતે ઉપયોગ કરવો

January 07 2014
GujaratilexiconGL Team

એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઑફલાઇન ઍપ્લિકેશનની મહત્ત્વની વાત એ છે કે ઍપ્લિકેશનની મદદથી અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ જાણી શકાય છે અને એ પણ કાર્યરત ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર! આ ઉપરાંત આ એપ્લિકેશનમાં ગુજરાતી સપોર્ટ આપવામાં આવેલ છે તેથી જો તમારા ડિવાઇસમાં ગુજરાતી સપોર્ટ નહીં હોય તો પણ આ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકશો.

આ ઍપ્લિકેશન ઇનસ્ટોલ કર્યા પછી તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ :

* આ એપ્લિકેશનનામાં ઇનબિલ્ટ સર્ચ બોક્સ આપવામાં આવેલ છે, આથી સર્ચબોક્સની અંદર જ કોઈ પણ શબ્દ લખી તેનો અર્થ ત્યાં જ મેળવો અને તે પણ ઓટો સજેસ્ટ સુવિધાની સાથે.
*તમારા ડિવાઇસના કોઈપણ મેસેન્જર, મેસેજ, વ્હોટ્સઅપ, ઇમેલ કે બ્રાઉઝર ખોલો
*આવેલા વિવિધ સંદેશા કે સાઇટ ઉપરની વિગતોમાંથી કોઈપણ શબ્દ અંગ્રેજી/ગુજરાતી પસંદ કરો એટલે કે સિલેક્ટ કરો
*ત્યારબાદ એ શબ્દને કૉપી કરવા માટે દર્શાવાતા આઇકોનમાં કૉપી કરો
*કૉપી કર્યા બાદ તરત જ તે પસંદ કરેલા શબ્દનો અંગ્રેજી કે ગુજરાતી અર્થ ત્યાં જ જોઈ શકાશે
*કોઈપણ ચિત્ર કે ઇમેજમાં આ ઍપ્લિકેશન કાર્યરત નહીં થઈ શકે
*આ એક ઑફલાઇન ઍપ્લિકેશન છે તેથી ઇન્ટરનેટના ઉપયોગ વગર પણ આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે

આ એપ્લિકેશન નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
https://play.google.com/store/apps/details?id=com.arniontechnologies.gujlexicondictionary

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects