Gujaratilexicon

સ્વર્ગનો સ્ટોર

June 02 2014
Gujaratilexicon

વર્ષો પહેલા જિંદગી કેરા
હાઇવે પર હું ગયેલો,
એ વખતે એક અદભુત એવો
અનુભવ મને થયેલો!
રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું
“સ્વર્ગ નો સ્ટોર”,
કુતુહલપૂર્વક ત્યાં જઈને મેં
ખખડાવ્યું’ તું ડોર!
દરવાજામાં એક
ફિરસ્તો ટોપલી લઈને આવ્યો!

સ્ટોરનો આખો રસ્તો એને
સરખેથી સમજાવ્યો!
હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો –
સાંભળ ભાઈ!
જે કંઈ જોઈએ ભેગું કરીને લઇ
આવજે તું આહી!
કદાચ પડે જો ટોપલી નાની બીજો ફેરો
તું કરજે!
નિરાંતે જીવે ખરીદજે ને ઘરને તારા ભરજે!
પ્રથમ ધોડામાંથી બે ચાર પેકેટ ધીરજ લીધી.
પ્રેમ ને ડહાપણ સાથે મેં સમજણ લીધી:
બેગ ભરી બે શ્રધ્ધા લીધી,
માનવતા શે વીસરું?
થયું કે થોડીક હિમંત લઇ લઉં પછી જ
બહાર નીસરું!
સંગીત ,શાંતિ અને આનંદ સૌ
ડિસ્કાઉન્ટ રેટે મળતા ,

પુરુષાર્થ ની ખરીદી પર મફત
મળતી’તી સફળતા!
મુક્તિ મળતી હતી મફત ,
પ્રાર્થના પેકેટ સાથે
લેવાય એટલી લઇ લીધી ,
વહેચવા છુટ્ટે હાથે!દયા કરુણા લઇ લીધી ,
મળતા’તા પડતર ભાવે ,
થયું કદીક જો પડ્યા હશે તો કામ
કોઈકને આવે!
ટોપલી મારી ભરાઈ ગઈ ‘તી જગ્યા
રહી ‘તી થોડી ,
રહેમ પ્રભુ ની મળતી’તી શી રીતે જવું છોડી!
કાઉન્ટર પર પહોચીને પૂછ્યું કેટલા પૈસા થયા!
ફિરસ્તાની આંખે પ્રેમના અશ્રુ આવી ગયા!
બોલ્યો:’વહેચજે સૌને આ ,કરતો ના સહેજે ઢીલ ,
ભગવાને ખુદ હમણા જ ચૂકવી દીધું તારું બીલ!’

– મારા વિચારો મારી ભાષા માં ………. http://bit.ly/1u7z1k0

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects