Gujaratilexicon

કદી ના ભુલશો એવા પિતાજીને…

June 14 2014
GujaratilexiconGL Team

માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે

fathers-day-hd-2-740652

યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે
યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે
કદી ના ભુલશો એવા પિતાજીને…

યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી
યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી
કદી ના ભુલશો એવા પિતાજીને…

યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો
માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો
કદી ના ભુલશો એવા પિતાજીને…

ભાવથી હૃદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો
મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો
કદી ના ભુલશો એવા પિતાજીને…

-ડો. ચંદ્રવદન મિસ્ત્રી -ચંદ્ર પૂકાર (http://bit.ly/1luooVO)

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects