ઈદ-ઉલ-ફિત્ર/ઈદ-અલ-ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો “ઈદ”, ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે “ઉપવાસ તોડવો”. રોજા પૂરા થતાં ઈદ આવે છે તે દિવસે નમાજ પહેલાં જકાત ઉલ ફિત્ર એટલે કે દાન આપવામાં આવે છે. રમજાન માસમાં કરેલું પુણ્ય સિત્તેર ગણું મળે છે. આ દિવસે દાનનો મહિમા વધારે હોય છે. આખા મહિનાના ઉપવાસ પૂર્ણ થતાં ઈદના દિવસે વિભિન્ન વ્યંજનોનું ભોજન અને પરંપરાગત પરિધાન સાથે મુસ્લિમ બિરાદરો શ્રદ્ધા અને ઉત્સાહથી ઈદની ઉજવણી કરે છે.
ઈદનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને પ્રેમથી મળે છે. એક મહિનો રોજા રાખ્યા છે, તેનું અલ્લાહ દ્વારા ઈદના રૂપમાં ઇનામ અપાયું છે. આ દિવસે વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય અને દેશમાં કોમી એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ અકબંધ રહે તે માટે પણ દુઆ કરે છે.
આ દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદ મુબારક પાઠવે છે. નવા વસ્ત્રોમાં સજ્જ થઇ એકબીજાના ઘરે જાય છે. રમજાન ઈદના આ ખુશાલીના પ્રસંગે શિર-ખુર્માથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે જ્યારે નાના બાળકોને ‘ઈદી’ પણ આપવામાં આવે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.