ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે. જે બિલકુલ નખ જેવો છે જેને તમે ઈચ્છો તો પણ ચામડીથી અલગ નથી કરી શકતા. ઠીક એજ રીતે આ સંબંધનો પ્રેમ અને વિશ્વાસ હોય છે. ભાઈ-બહેનના આ જ પ્રેમ અને મહત્ત્વને દર્શાવવા માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવામાં આવે છે.
આ દિવસ બહેનો માટે પોતાના અને માનેલા ભાઈને રાખડી બાંધવાનો દિવસ છે. બહેન અંતરના પ્રેમના ધાગાથી રાખડી બાંધીને પોતાના ભાઈના જીવનની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શ્રદ્ધા અને લાગણીથી ગૌરવ પ્રદાન કરે છે.
આજે બ્રાહ્નણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો આજે સુભગ સમન્વય થાય છે.
પૌરાણિક કથા મુજબ વામનરૂપ ધારણ કરીને દાનવીર ગર્વિષ્ઠ બલિરાજા આદરેલા યજ્ઞમાં હાજર થયેલા ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી માંગી. પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી માંગી. દ્વિતીય પગલે સ્વર્ગ અને બાકીનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો. પ્રભુનાં આ કપટથી દુઃખી થયેલા લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેમના હાથે રાખડી બાંધેલી. આ પ્રસંગને યાદમાં ‘બળેવ’નો તહેવાર ઉજવાય છે. ‘બલિ’ પરથી ‘બળેવ’ શબ્દ પ્રચલિત બન્યો.
સૌ મિત્રોને ગુજરાતીલેક્સિકોન તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ હાર્દિક મંગલકામનાઓ પાઠવવામાં આવે છે.
– ‘સ્વપ્ન’ જેસરવાકર ( ગોવિંદ પટેલ)
– કૃષ્ણલાલ શ્રીધરાણી
અક્ષત – નહિ ભાંગેલું, ઈજા પામ્યા વિનાનું, આખું, સલામત. (૨) પું○, બ○વ○ મંગળ પ્રસંગે દેવને કે અન્ય કોઈને વધાવી લેવા વપરાતા સાળ, ડાંગર વગેરેના આખા દાણા. (૩) (ચાલુ) ચોખા
કરકમલ – હાથરૂપ કમળ, કમળના જેવો હાથ
માડીજાયો – હાદુર પુરુષ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.