Gujaratilexicon

Quotes – કક્કો સુવિચારનો

January 09 2010
GujaratilexiconGL Team

Daily quotes ચાલો આજે જોઈએ quotes પણ તે પણ કક્કો સુવિચારોનો

ક – કરણી એવી કરો જેની સુવાસ ક્ષણજીવી નહીં પણ ચિરંજીવી બની રહે

ખ – ખરાબ વિચારો હજારો દુશ્મનો કરતાં પણ વધારે અહિત કરે છે

ગ – ગરીબ માણસને જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવા ન દેશો પણ ગુપ્ત રાખો

ઘ – ઘરને મંદિર કરતાં પણ પવિત્ર બનાવો તો ઈશ્વરનો સદાય વાસ રહેશે

ચ – ચર્ચાઓ જરૂર કરો પણ વિઆદ કરી વિખવાદ ઊભો કરશો નહીં

છ-છાનામાના કરેલું પાપ જગતથી છાનું રહેશે પણ જગતપતિથી છાનું નહીં રહે

આ પણ વાંચો : ક્ક્કો of the year 2019

જ- જિંદગી બીજા માટે કુરબાન કરો, પણ પોતાની જિંદગી સારી બનાવવા અન્યનું ખરાબ કરશો નહીં

ઝ- ઝાઝા હાથનો સહારો નેક કામ માટે માંગો તો જરૂરથી મળી રહેશે

ટ- ટહુકો કરીને મેઘને બોલાવતા મયુર બનો પણ કર્કશ અવાજ કરી કાગડા જેવા ના બનો

ઠ- ઠોકર ખાધાસિવાય મંજિલ પ્રાપ્ત કરવાનો આનંદ નહીં મળે

ડ- ડરવું અને ડરાવવું એ બન્ને પાપ છે

ઢ- ઢીલી ઢીલી વાતો કાયર માણસો કરે છે. બહાદુર માણસોનું વચન પથ્થર પરની લકીર જેવું હોય છે

ત – તમે શું છો અને શું કરી શકો છો તે તમારે જ નક્કી કરવાનું છે. બીજાઓના અભિપ્રાય ઉપર મદાર રાખો નહીં

થ- થોડુંક બોલો પણ સાચું બોલો

દ-દિનહિન ગરીબ માણસોને મદદ કરો પણ ઉપકાર કર્યાનું અભિમાન રાખશો નહીં

ધ-ધીરજ અને સહનશીલતા જીવનનાં યુદ્ધનાં બે મહાન શસ્ત્રો છે

આ પણ જુઓ : Daily Quotes

ન- નર્મતા એ આત્માનો સદ્ગુણ છે, પણ નમ્રતાપણું એ નિર્બળ મનનો અવગુણ છે

પ- પવન સર્વત્ર હોવા છતાં દૃશ્યમાન નથી તેમ સજ્જનોનું સત્કર્મ અદૃશ્ય હોય છે

ફ- ફીકર પોતાના માટે કરવી તે સ્વભાવ છે પણ બીજાને માટે કરવી તે સંસ્કૃતિ છે

બ- બુજદીલ માણસો સંસારમાં શાપરૂપ છે, નેકદીલ માણસો આશીર્વાદ રૂપી ચિરાગ છે

ભ- ભલે જગતમાં રહેલું સર્વસ્વ ભૂલાઈ જાય, પણ સર્વસ્વના સર્જનહારને ભૂલશો નહીં

મ- મંગલકારી વિચારોનો ફેલાવો લાખોના દાન કરતાં વધારે મહત્ત્વનો છે

ય- યાદ રાખવા જેવું તો અવિન સ્વરૂપ છે, બાકી સઘળું આજે છે અને કાલે નથી

ર- રૂપવાન હોવું તે ભાગ્યનો ખેલ જરૂર છે સાથે ગુણવાન હોવું તે સોનામાં સુગંધ જેવું દિવ્ય છે

લ- લક્ષ્મી કેટલી છે તેના કરતાં લક્ષ્મી પુરુષાર્થની છે કે નહીં તેનું ધ્યાન રાખી યોગ્ય માર્ગે વાપરો

વ- વાદળ સાગરની જ પેદાશ છે અને વરસાદ થઈ સાગરમાં જ મળે છે તેમ આપણે પરમાત્માના છીએ

શ- શું કરવા માટે આપણે જન્મયા છીએ તે જાણી મનુષ્ય જીવનરૂપી હીરલાની કિંમત કરી જીવનને પ્રકાશિત કરો

ષ- ષડરિપુઓથી સદાય ચેતતારહો- કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર (ઇર્ષા)

સ- સર્જનહારે સ્ત્રીમાં સહનશીલતા અને પુરુષમાં શક્તિ મૂકી છે

હ- હું મનુષ્ય છું, દેવ નથી તેટલું વિચારી આપણી જાતનો સદ્ગુણો અને દુર્ગુણો સાથે સહજ સ્વીકાર કરીએ

ક્ષ- ક્ષણભંગુર જીવનની દરેક ક્ષણનો સદુપયોગ કરી જીવનને સાર્થક કરીએ

જ્ઞ – જ્ઞાન અનેક પ્રકારનું છે પરંતુ સર્વજ્ઞાનમાં આધ્યાત્મિક જ્ઞાન મુગટ સમાન છે

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects