દયા આવે છે
August 20 2015
Written By
Gurjar Upendra
પત્ની – મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે તમારી સાથે કોઈ વાત નહોતું કરતું.
પતિ – હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે.
સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ – તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ?
બંતા ગુનેગારે કહ્યુ – સાહેબ, ડબ્બામાં લખ્યુ હતુ કે ‘આ તમામ સંપત્તિ તમારી પોતાની છે.’ એટલે એમાંથી હુ મારો ભાગ લેતો હતો.
એક ચોર ચોરી કરતા પકડાયો અને કોર્ટમાં મેજીસ્ટ્રેટની સામે ઉભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે કહ્યુ – તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.
આ સાંભળી ચોર બોલ્યો – આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ.
પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’
પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’
પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’
સંતા (બંતાને) સાંભળ્યુ છે કે ચૂટણી આયોગે દેશના પાંચ રાજ્યોમાં ચૂટણીની જાહેરાત કરી છે.
બંતા-સારુ છે દોસ્ત, હું તો ક્યારનો આ દિવસની જ રાહ જોઈ રહ્યો હતો.
સંતા-કેમ ?
બંતા-અરે વાહ, કેમ નહી. મારા માથા પર પણ ફરીવાર મુગટ પહેરાવવામાં આવશે ને.
More from Gurjar Upendra
More Jokes
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.