શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?
August 24 2015
Written By
Gurjar Upendra
શિક્ષક (વિદ્યાર્થીને) : ‘શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?’
વિદ્યાર્થી : ‘સાહેબ, બંનેમાં માથાથી તે પગ સુધીનો તફાવત છે.’
શિક્ષક : ‘કઈ રીતે ?’વિદ્યાર્થી : ‘સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.’
‘ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?’
‘ઘણું જાણું છું.’
‘કઈ રીતે ?’
‘એકની સાથે હું પરણ્યો છું.’
એક દુકાનદારને પૂછવામાં આવ્યુ – તમે નસીબ પર વિશ્વાસ કરો છો ?
દુકાનદાર – હા, મારા દુશ્મનોની દુકાનમાં વધુ ગ્રાહકોને હું બીજા કયા શબ્દોમાં વર્ણવી શકુ.
છ વર્ષના મયંકે પોતાના દાદાને પૂછ્યુ કે – દાદાજી, પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતા મીના આંટી સાથે ઇશારાથી વાત કેમ કરે છે?
દાદા: ભૂલ તારા પપ્પાની નથી બેટા, આ તો વારસામાં મળેલી બીમારી છે
જેલર – અલ્યા સંતા, કાલે સવારે તને 5 વાગ્યે ફાંસી આપવામાં આવશે.
સંતા હસવા લાગ્યો, ત્યારે જેલરે પૂછ્યુ – કેમ તને ફાંસીની બીક નથી લાગતી ?
સંતા-સાહેબ, પણ હું તો સવારે આઠ વાગ્યે ઉઠુ છુ.
પતિને પિયરે ગયેલી પત્નીનો તાર મળ્યો. તેમાં લખ્યું હતુ – પ્રિયે, તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાં હું અડધી રહી ગઈ છું. તમે ક્યારે આવી રહ્યા છો ?
પતિએ જવાબમાં લખ્યું – હવે તો હું એક મહિના પછી જ આવીશ.
More from Gurjar Upendra
More Jokes
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.