આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો ?
August 25 2015
Written By
Gurjar Upendra
દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ ચોપડી ખોલીને વાંચવાનો ઢોંગ કરવા માંડ્યો
પત્ની – આજે ફ્રીમાં પી ને આવ્યા ?
પતિ – ના, આજે નથી પીધી.
પત્ની – તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?
સંતા – (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ?
બંતા – ભારતની જનસંખ્યા.
એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે? વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ.
રમેશ : ‘યાર, તું તારી કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે. તારી સફળતાનો રાઝ શું છે દોસ્ત ?’
નિલેશ : ‘સાવ સિમ્પલ છે. હું જે ઘરનો દરવાજો ખખડાવું અને સામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાય એટલે હું એને પૂછું : ‘મિસ, તમારાં મમ્મી ઘરમાં છે ?’
પત્ની – ચાલો તમારી બેગ પેક કરો, મેં 10 લાખની લોટરી જીતી છે.
પતિ – શુ શું પેક કરું ? આપણે ક્યાંક ફરવા જવાનું છે ?
પત્ની – ફક્ત પોતાનો સામાન પેક કરો અને ઝડપથી આ ઘરમાંથી નીકળો
એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું ‘દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.’
‘કેમ નહીં વળી ?’ દાદાજી બોલ્યા : ‘હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !’
અંજૂએ પોતાના પતિને પૂછ્યુ – મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
More from Gurjar Upendra



More Jokes



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.