એક લાઈન હાસ્ય લાઈન

October 24 2015

૧.

OLX પર એક જબરજસ્ત એડ: . . નવો નક્કોર શેરવાની શૂટ, માત્ર એક જ વાર પહેર્યો છે, "અને તે પણ ભૂલથી"

૨.

પહેલું સુખ તે જાતે નર્યા…………
તો છેલ્લું સુખ એ..

છેલ્લું સુખ એ ફૅરા ફર્યા!!

૩.

પ્રેમ અને સિગારેટ…

પ્રેમ અને સિગારેટ વચ્ચે એક સમાનતા છે !!!
બંને હોઠો પર ખુશી લાવે છે ! 
પણ
હૃદય માં દુખ લાવે છે !!

૪.

ધડિયાળ હોય તો 'રોલેક્ષ' જેવી…

બાકી 'રાડો' તો ઘરવાળી રોજ પાડે છે !

૫.

આટલું બધું ભણીભણીને શું ફાયદો ? જો બાર- બાર વરસ ઇંગ્લીશ ભણવા છતાં હજી કોઇને ખબર નથી કે જલેબી અને ફાફડાને ઇંગ્લીસમાં શું કહેવાય….

૬.

જે ની જોડે ફાવતું હોય એને 
આખો પેંડો આપવાનો… 
ના ફાવતું હોય એને સાંકરીયા
આપવા ના….

૭.

એક કિલ્લો બનાવવા માટે હજારો કારીગરો જોઈએ.
એક રાષ્ટ્રની રક્ષા કરવા માટે લાખો સૈનિકો જોઈએ.
પણ આખા ઘરને ઘર બનાવવા માટે એક સ્ત્રી જ બસ છે.
આવો આજે આપણે એનો આભાર માનીએ : થેન્ક યુ કામવાળી !!

૮.

દિગ્વિજયસિંહ અને અમૃતાનાં લગ્ન એ એવી છોકરીઓના ગાલ પર સણસણતો તમાચો છે કે જે છોકરીઓ છોકરાની જરાક અમસ્તી ટાલ જોઇને કાકા કાકા કહીને તેમનું દિલ તોડી નાખે છે

૯.

પતિ સાથે રહેવું એ “પાર્ટ ઓફ લીવીંગ છે”…..પણ વર્ષો સુધી એ જ પતિ જોડે રહેવું એ “આર્ટ ઓફ લીવીંગ છે”

૧૦.

ચોક્કસથી હાર્ટ અટેક આવી જાય છે, જ્યારે લગ્નનાં વર્ષો બાદ પણ સાસરિયાં કહે, અમારી દિકરી તો ગાય જેવી છે

 

૧૧.

સારું છે કે લગ્નમાં “રીઝર્વેશન” નથી, નહિ તો એશ્વર્યારાયના લગ્ન જીતનરામ માંઝી સાથે અને માયાવતીના લગ્ન ઋત્વિક રોશન સાથે થઇ ગયા હોત અને ગુર્જર લોકો હેમામાલીની માટે ધરણા પર બેસી ગયા હોત.

હર્ષદ અશોડીયા

 

 

 

 

 

 

 

 

 

 

More from Harshad Ashodiya

More Jokes

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects