લતા હિરાણી ની કૃતિ
June 16 2015
Written By
Hitendra Vasudev
હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, જે હું જોઈ નહીં શકું, તું હમણાં જ ફૂલો મોકલને ! હું મૃત્યુ પામીશ અને તારાં આસું વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને ! હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલને ! હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહીં શકું, તું મને હમણાં જ માફ કરીદેને ! હું મૃત્યુ પામીશ અને તું મને યાદ કરીશ, જે હું અનુભવી નહીં શકું, તું મને અત્યારે જ યાદ કરને ! હું મૃત્યુ પામીશ અને તને થશે કે મેં એની સાથે થોડો વધારે સમય વીતાવ્યો હોત તો ! તું અત્યારે જ અવું કરને ! એટલે જ કહેવાનું મન થાય છે કે રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જાય છે !
More from Hitendra Vasudev
More Kavita
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ