દીકરી
July 08 2015
Written By
Upendra Gurjar
કાળી અંધારી રાત, ખૂબ વરસતો વરસાદ
એક આધેડ દંપતી, ગાડી લઈ જતાં હતાં
પુત્રની અદમ્ય ઇચ્છામાં, પાંચ પાંચ દીકરી જન્મી
આજે છઠ્ઠીને રોકી, દુનિયામાં અવતરતાં પહેલાં
પહાડી… સૂમસામ રસ્તો, ડરાવતો જાણે સામે ધસતો
ચમકી એક વીજળી અચાનક, સફેદ વસ્ત્રોમાં કોઈ ભયાનક
મદદ માટે હાથ લંબાવે, સામે દોડી ગાડી થંભાવે
'ના' પાડતી પત્ની ડરતાં, પતિએ રોકી ગાડી છતાં
હાંફળી-ફાંફળી એક સ્ત્રી, મદદ માટે આવી કરગરતી
“બચાવો કોઈ મારી દીકરીને, પડી મારી ગાડી પલટીને”
થોડે દૂર પહાડી પાસે, દેખાઈ ગાડી એક ગબડેલી
પતિ ગયો સ્ત્રી સંગાથે, ગયો પલટેલી ગાડી પાસે
પાંચેક વર્ષની માસૂમ બાળા, રોતી-કકળતી અને કણસતી
તેને ગાડીની બહાર કાઢી, કરી ઊંચી છાતીએ વળગાડી
પછી અચાનક નજર પડી, જાણે પગ તળેથી ધરતી ખસી
ડ્રાઇવરની સીટ પર મૃત જોઈ, મદદ માટે આવેલી એજ સ્ત્રી
અંતરેથી એક આહ નીકળી, ધન્ય છે ઓ મા તને !
મર્યા પછી પણ પરવા કીધી, વહાલસોયી તારી દીકરીની
– ઉપેન્દ્ર ગુર્જર
( 07 – 07 – 2015)
More from Upendra Gurjar
More Kavita
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.