…કે મારું બાળપણ પાછું આપો
July 23 2015
Written By
Dr. Charuta Ganatra Thakrar
આ વાંચીને પાસ થવાનું તો સહેલું,
પણ
મમ્મી કહે એટલા માર્ક લાવવા અઘરા…
કે મારું બાળપણ પાછું આપો.
પાસ થઈને કમાવું તો જાણે સહેલું,
પણ
પપ્પા કહે એટલા પૈસા લાવવા અઘરા…
કે મારું બાળપણ પાછું આપો.
ભણવાની ની આ દુનિયા તો સહેલી,
પણ
દુનિયાને ઉઠા ભણાવવા અણગમતા…
કે મારું બાળપણ પાછું આપો.
પૈસા કમાવાની ઈચ્છા તો સહેલી,
પણ
કમાણીના નુસખાઓ સાવ અણગમતા…
કે મારું બાળપણ પાછું આપો.
બાળપણનાં એ દિવસો કેવા સહેલા,
પણ
એ દિવસો પાછા લાવવા સાવ અઘરા…
કે મારું બાળપણ પાછું આપો.
= ડો. ચારુતા ગણાત્રા ઠકરાર
૧૩.૩.૨૦૧૫
More from Dr. Charuta Ganatra Thakrar
More Kavita
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.