દોસ્તી
August 03 2015
Written By
Gurjar Upendra
પ્રેમમાં પણ કયાંક
પામવાની ઝંખના છુપાઈ હોય છે,
જગતમાં બસ એક સાચી દોસ્તી જ
નિસ્વાર્થ હોય છે .
ચાહવા વાળાના પણ રંગ સમય સાથે
બદલાય છે ,
દોસ્તો રંગીન હોય છે, પણ
દોસ્તીના ક્યાં રંગ હોય છે.
જીવનમાં અંધારા આવે ત્યારે,
રસ્તા ધુંધળા દેખાય છે,
હોય દોસ્તનો હાથ હાથમાં તો,
સામે મંજીલ દેખાય છે.
જ્યારે પણ આપે છે ઝખ્મ
આપણા ચાહવા વાળા ત્યારે,
એક સાચી દોસ્તીનો સહારો જ,
ઝખ્મ નો મલમ હોય છે.
જયારે નથી હોતી કોઈ ઉમ્મીદ
અને નથી હોતી અપેક્ષા ,
ભાવનાની આવી ઉંચાઈને જ કદાચ
“દોસ્તી”
કહેવાય છે .
More from Gurjar Upendra
More Kavita
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.