તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે
August 10 2015
Written By
Gurjar Upendra
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
તારા અંગનું રે અંગરખુ તમતમતું રે
તારા પગનું રે પગરખું ચમચમતું રે, મને ગમતું રે
આતો કહું છું રે પાતળીયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
પારકો જાણીને તને ઝાઝું શું બોલવું
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું
તને છેટો રે ભાળીને મન ભમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી
હરિયાળો ડુંગરો આવતો રે હાલી
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી
તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં
એવું તે ભરાયું શું?
એક મને ગમતો આભનો ચાંદલોને
ને બીજો ગમતો તું!
ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું
More from Gurjar Upendra
More Kavita
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.