જાણવા જેવું
July 30 2015
Written By
Gurjar Upendra
ઘુવડની આંખની કીકી સ્થિર હોય છે અને ફરી શકતી નથી, પણ તેની ડોક ૩૬૦ અંશ ફરી શકે છે એટલે તે જોવા માટે માથું આખું ગોળ ફેરવી શકે છે.
* માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. તેની આંખો મોટી હોય છે, પણ તે બે ફૂટથી વધારે દૂરનું જોઈ શકતી નથી.
* સૌથી મોટી સ્ટારફીશ [તારામાછલી] મૅક્સિકોના અખાતમાં થાય છે. તેનું નામ મિકગાર્ડિયા છે. તેને ૧૨ હાથ છે.
* સુગરી માળો બનાળો બનાવવા કાંટાળા ઝાડની પાતળી ડાળીનો છેડો પસંદ કરે છે જ્યાંઅ સાપ કે વાંદરા પહોંચી નથી શકતા.
* હોલી નામનું પક્ષી પોતાના બચ્ચાનેગળામાંથી દૂધ આપે છે.
* કાકાપો નામના પોપટનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હોય છે અને તે ઊડી શકતો નથી, દુનિયામાં તે સૌથી મોટો પોપટ છે.
* હમ્પબેક નામની વ્હેલનો અવાજ 1400 કિ.મી. દૂર તરતી બીજી હમ્પ્બેક વ્હેલ સાંભળી શકે છે.
* જિરાફની ડોક આશરે 8 થી 9 ફૂટ લાંબી હોય છે.
* મેઘાલય અને છત્તીસગઢનું રાજપક્ષી પહાડી મૈના છે.
* ઘોટાડ રાજસ્થાનનું રાજપક્ષી છે.
* નીલમ હોલી તામિલનાડુનું રાજપક્ષી છે.
* સારસ ઉત્તર પ્રદેશનું રાજપક્ષી છે.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં