ફરાળી મુઠીયાં
August 18 2015
Written By
Gurjar Upendra
ફરાળી મુઠીયા બનાવવા માટેની સામગ્રી:
૧ કપ બાફીને છીણેલો બટાકો
૧/૨ કપ શેકેલા શીંગ દાણા નો ભૂકો
૧/૨ કપ રાજેગરા નો લોટ
૧/૨ કપ દહીં
૧/૨ કપ પલાળેલા સાબુદાણા
સ્વાદ પ્રમાણે સિંધવ
૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા)
૧/૪ ટી.સ્પૂન આદુ(ક્રશ કરેલું)
૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
૧ ટેબ.સ્પૂન ખાંડ
વઘાર માટે:
૧ ટેબ.સ્પૂન તેલ
૧/૪ ટી.સ્પૂન જીરું
૧/૨ ટી.સ્પૂન તલ
ગાર્નીશિંગ માટે :
ઝીણી સમારેલી કોથમીર
ફરાળી મુઠીયા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ બટાકા ને બાફીને છીણી લો.ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા,રાજેગરા નો લોટ
દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં સિંધવ,આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં મૂકી ૧૦ -૧૨ મિનીટ માટે વરાળે બાફી લો.
તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો.
વઘરિયા માં તેલ મૂકી જીરું નો વઘાર કરી તલ નાખી મુઠીયા પર રેડી દો.
કોથમીર વડે ગાર્નીશ કરી ગરમ – ગરમ સર્વ કરો.
More from Gurjar Upendra
More Others
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.