કુહાડીની ધાર

August 06 2015
Written By GujaratilexiconGurjar Upendra

એક કઠિયારો ખૂબ જ સમયથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. તેવામાં શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો, બીજે જ વર્ષે તેનો પગાર વધવા માંડ્યો. આ જોઈ પહેલા કઠિયારાએ પોતાને તો કદી પગારવધારો નહિ મળવાની ફરિયાદ કરી. શેઠે જવાબ આપ્યો, વર્ષોથી જેટલાં ઝાડ તું કાપતો હતો, તેટલાં જ ઝાડ આજે પણ કાપે છે. ‘જો તું વધારે ઝાડ કાપી લાવ તો તનેય પગારવધારો મળે.’ જૂનો કઠિયારો ખુશ થતો કામે વળગ્યો, તેણે કામના કલાકો પણ વધારી દીધા. પણ એથીયે એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. એથી તેણે શેઠ પાસે જઈ પોતાની વ્યથા રજૂ કરી. નવો કઠિયારો શા માટે વધુ ઝાડ કાપી શકતો હતો, તેનું રહસ્ય જાણવા શેઠે તેને તેની સાથે મોકલ્યો. નવો કઠિયારો એક ઝાડ કાપી લેતો કે, તરત જ પોતાની કુહાડીની ધાર કાઢી લેતો. આ જોઈ જૂના કઠિયારાને પોતાનો જવાબ મળી ગયો.

ઈશ્ર્વરે તમામ લોકોને સરખી બુદ્ધિ આપી છે, છતાં અમુક લોકો ખૂબ જ સફળ, જ્યારે કેટલાક ઓછા અને કેટલાક ધરાર નિષ્ફળ રહેતા હોય છે. સફળ લોકો પોતાના પ્રત્યેક કામ કોઠાસૂઝ દ્વારા કરતા હોય માટે જ તેઓ સફળ થાય છે અને  આ કોઠાસૂઝ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા બરાબર છે.

(સાભાર : સાધના સાપ્તાહિક, 25 – 07 – 2015)

 

More from Gurjar Upendra

More Stories

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects