વિધિની વક્રતા- વાર્તા

January 27 2017

“ વિધિની વક્રતા “

        બપોરનો સમય હતો, એટલે શાળાએથી વિધ્યાર્થીઓ છુટી રહ્યા હતા. એવામાં મયંક પણ શાળાએથી છુટી સીધો ઘરે પહોંચી, જમીને સીધો ટીવી જોવા બેસી ગયો. તેના પપ્પા હજી જમતા હતા. થોડીવાર ટીવી ચેનલ બદલાવ્યા કર્યા અને અંતે તેને મનગમતુ ચેનલ રાખી નિહાળવા લાગ્યો. મયંક દસમી ક્લાસ માં ભણતો હતો. તે પ્રથમ પરિક્ષામાં સામાન્ય માર્કસ સાથે પાસ થયો હતો અને તેના કારણે તેના પપ્પા થોડા ગુસ્સે પણ થયેલા . તે મયંક થોડા દિવસોમાં ભુલી ગયો હતો.

        મયંકના પપ્પા જમીને તેની સામે આવીને બેઠા અને કહેવા લાગ્યા;, મયંક ! તું આવું કરીશ તો બોર્ડની પરીક્ષામાં પાસ થઈ શકીશ નહી. પ્રથમ પરીક્ષામાં પણ સામાન્ય માર્કસ આવ્યા હતા. એટલે તું થોડી વધારે મહેનત  કર.

        આ સાંભળી મયંક બોલ્યો ,” અરે! પપ્પા! મારી સાથેના તો ઘણા બધાં નાપાસ થયા છે. તેનાથી તો હું સારો છુ. મયંકના મયંક સામે પપ્પા થોડી વાર જોઇ રહ્યા . જાણે કંઇક મનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરતાં હોય તેમ વિચારવા લાગ્યાં. થોડીવાર પછી બોલ્યાં, “મયંક” તું પાસ થયો તે સારું પરંતુ અને બીજા સાથે તુલના કરવી એ સારી બાબત નથી?

        તો પપ્પા?!

        જે સારા સ્થાન પર છે તેની સાથે તુલના કરવી જોઇએ. ઊંચા સ્થાન પર પહોંચવાની તુલના.

        પણ પપ્પા ! હું મહેનત તો કરું જ છું ને?

        હા, તું મહેનત કરે છે પણ કરવી જોઇએ તેટલી નહિ; હા પેલાં તારા સપનાંનું શું?

        ડોક્ટર બનવાનુંને?

        હા , તે

        હું પહેલી પરીક્ષામાં પાસ થઇ ગયો હવે બોર્ડની  પરીક્ષામાં પાસ થઈ જઇશ. એટલે બસ.!

        નહિ, મયંક ! ખાલી પાસ થવાથી કશું નથી થતું, તારે વધારે સારા ટકા લાવવા પડશે. તો ડોક્ટર બની શકીશ.

        હા તો હું મહેનત કરીશ.

        ત્યાર  પછી પંદરેક દિવસ વિત્યા પરંતુ મયંકની મહેનતમાં કશું ફરક ન પડ્યો . એટલે તેના પપ્પાને ચિંતા થવા લાગી એક દિવસ બપોરનાં જ સમય હતો.

        મયંક ! તારા મિત્રો સાઇકલ લઇને સ્કૂલે જાય છે અને તું ચાલીને.

        હા પપ્પા તમે સાઇકલ લઇ આપો તો થાય ને?

        લઇ આપું, પરંતુ જો તું બોર્ડની પરીક્ષામાં 90% ટકા લાવે તો.

        મયંકને સાઇકલનો ખૂબ શોખ હતો. તે એક ઝાટ્કે ઊભો થઇ ગયો. પપ્પાની ગોદમાં જઇ બેસી ગયો. અને કહેવા લાગ્યો, “પપ્પા તો હું બોર્ડની પરીક્ષામાં 90% જરૂર લાવીશ  તમે સાઇકલ તૈયાર રાખજો.

        ત્યારપછી મયંક મહેનતમાં લાગી ગયો. અને સમય વિતતો ગયો . બોર્ડની પરીક્ષા આવી. ખૂબ જ ઉત્સાહથી મયંકે પરીક્ષા પૂર્ણ કરી. જોતજોતામાં મયંકને જે દિવસની રાહ  હતી તે દિવસ આવી ગયો મયંક સ્કૂલે રિઝલ્ટ લેવા ગયો. તેના પપ્પા પણ ઉમળકાભેર મયંકના રિઝલ્ટની રાહ જોઇ રહ્યા હતા. બપોરનો સમય થવા આવ્યો પણ મયંક ઘરે આવ્યો નહિ. તેના પપ્પાને ચિંતા થવા લાગી. કે મયંક હજી કેમ ન આવ્યો. તેના પપ્પા ઘરની બહાર રસ્તા પર નજર દોડાવી મયંકને જોવા લાગ્યા. એવામાં ફોનની ઘંટડી વાગી ફોન રીસીવ કર્યો . સામેથી કોઇ અજાણી વ્યક્તિ બોલતી હતી, “મિસ્ટરઅગ્રવાલ!

        યશ !

        તમારા  પુત્રનું એક્સિડન્ટ  થયું છે. તે expire થઇ ગયો છે. જલ્દી આવો. આ સાંભળી મયંકના પપ્પા દોડીને ભાગ્યા અથડાતા – ભટકાતા દોડતા જાય છે. તેના મનમંદિરમાં એક જ શબ્દ ગૂંજતો હતો …. Expire….Expire……Expire ………

        સ્થળ પર પહોંચી જુએ છે તો મયંક લોહીલુહાણ પડ્યો છે. તે Expire  થઇ ગયો. તેના પપ્પાએ મયંકને બાથમાં લઇ લીધો. અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા.રડતાં રડતાં તેની નજર સામે ગઇ. જોયું તો તો મયંકનું રિઝ્લ્ટ પડ્યું હતું. લાંબો હાથ કરી રિઝલ્ટ લઇ જુએ છે; તો 99%…………….

 

લેખનકર્તા :‌ મેઘનાથી પરેશગર એસ. (શિક્ષક)

સરનામું : શ્રી ગાંગડી વાડી શાળા-૧,

મું: ગાંગડી, તા: કલ્યાણપુર, જિ: દેવભૂમિ દ્વારકા.

More from Pareshgar Goswami

More Stories

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

મે , 2024

શનિવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects