આણંદ જિલ્લો આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર અને ઉમરેઠ એમ – કુલ 8 તાલુકાનો બનેલ છે. આણંદ જિલ્લામાં 350 જેટલાં ગામડાં આવેલાં છે. આણંદ જિલ્લાનો કુલ વિસ્તાર 2,942 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 20 લાખથી વધુ છે. 84%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

આણંદ જિલ્લાનું મુખ્ય મથક આણંદ છે. વિશ્વભરમાં જાણીતી બનેલી અમૂલ ડેરી આ જિલ્લામાં આવેલી છે. આ જિલ્લો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી.)ને કારણે પણ ભારતભરમાં જાણીતો છે. આ જિલ્લામાં આવેલ ખંભાત એનાં સુતરફેણી, હલવાસન, પાપડચવાણું અને અકીક ઉદ્યોગ માટે જાણીતું છે જ્યારે ધુવારણ તાપવિદ્યુતમથકના કારણે જાણીતું છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.