પોરબંદર જિલ્લો કુતિયાણા, પોરબંદર અને રાણાવાવ – એમ કુલ 3 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 182 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,294 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 5 લાખથી વધુ છે. 75%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
પોરબંદર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે. ત્યાં કીર્તિમંદિર બાંધવામાં આવ્યું છે. વળી એ સુદામામંદિર, ભારતમંદિર, પ્લેનેટોરિયમ અને આર્યકન્યા ગુરુકુળના કારણે પણ જાણીતું છે. પોરબંદરથી નજીકમાં ઘેડ વિસ્તારમાં આવેલ માધવપુર શ્રીકૃષ્ણનાં લગ્નસ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીંનો દરીયાકિનારો પણ ખૂબ જ સુંદર છે. ઓશો રજનીશનો એક આશ્રમ અહીંયાં આવેલ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.