સુરેન્દ્રનગર જિલ્લો ચોટીલા, ચુડા, દસાડા (પાટડી), ધ્રાંગધ્રા, લખતર, લીમડી, મૂળી, સાયલા, થાનગઢ, વઢવાણ – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 587 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 9,271 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 17 લાખથી વધુ છે. 72%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
સુરેન્દ્રનગર સૂતરના વેપારનું મથક છે. આ જિલ્લામાં કપાસનું વાવેતર મોટા પાયે થાય છે અને વિશ્વભરમાં તે ઉત્તમ કોટિના રૂ માટે વિખ્યાત છે. રૂ ના વ્યાપાર માટેનું સૌપ્રથમ મંડળ સુરેન્દ્રનગરમાં સ્થપાયું હતું. નજીકમાં આવલું વઢવાણ જૂનું રજવાડાનું શહેર છે. ધ્રાંગધ્રા ચીનાઈ માટીનાં વાસણો અને રસાયણ ઉદ્યોગ માટે જાણીતું છે. તરણેતર ખાતે ઑગસ્ટ/સપ્ટેમ્બર મહિનામાં ભરાતો મેળો એ ગુજરાતનો મોટામાં મોટો લોકમેળો છે. મેળામાં ભરતકામ કરેલી વિશેષ પ્રકારની છત્રીઓ લઈને મહાલતા યૌવનને જોવું એક લ્હાવો છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.