નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
મશરૂના વીરના વાઘા સીવરાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
લાડલીની છાબ ભરાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
ઈ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
મોતીએ વીરના શીરપેચ ઘડાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં