નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે,
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
મણિયારાને હાટે વીરો ચૂડલો મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
સોનીડાને હાટે વીરો હારલા મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
કડી કેસરનો વીરો કડલો તે મૂલવે,
પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો,
દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે,
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.