લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ,
લીલા વાંસ વઢાવો, રૂડાં માંડવા બંધાવો માણારાજ.
લાડેકોડે બેનીને પરણાવો માણારાજ,
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ.
એમના કાકાને તેડાવો, એમની કાકીને તેડાવો માણારાજ,
લાડેકોડે ભત્રીજી પરણાવો માણારાજ.
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ,
લીલા વાંસ વઢાવો, રૂડાં માંડવા બંધાવો માણારાજ.
લાડેકોડે બેનીને પરણાવો માણારાજ,
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ.
એમના નાનાને તેડાવો, એમની નાનીને તેડાવો માણારાજ,
લાડેકોડે દીકરી પરણાવો માણારાજ.
લીલા માંડવા રોપાવો, લીલા ચોક સજાવો માણારાજ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.