મદભર્યો હાથી ને લાલ અંબાડી,
ચડે માડીનો જાયો બારહજારી રાજ,
કેસરના ભીના વરને પરવટ વાળો.
વરની પરવટડીમાં પાન સોપારી,
ચાવે માડીનો જાયો બારહજારી રાજ,
કેસરના ભીના વરને પરવટ વાળો.
વરના બાપુજી ઓરેરા આવો,
ઓરેરા આવી વરના મનડાં મનાવો રાજ,
કેસરના ભીના વરને પરવટ વાળો.
પરથમી બધી વરના પગ હેઠળ બિરાજે,
નવખંડ ધરતીમાં વરરાજો પોરસાઈ ચાલે રાજ,
કેસરના ભીના વરને પરવટ વાળો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.