પીઠી પીઠી ચોળો રે પિતરાણી રે,
હાથ પગ ચોળે રે વીરની ભાભી રે.
મુખડાં નિહાળે રે વીરની માતા રે,
પીઠી ચડશે રે જિયાવરને રે.
કાકા તેલ ચોળશે રે મારા વીરને,
કાચા તેલ ચડશે રે પેલી છોડીને.
પાટેથી ઉતારશે વીરના મામા રે,
કાજળ આંજશે રે વીરના મામી રે,
પીઠી પીઠી ચોળો રે પિતરાણી રે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.