ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ,
નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારો વીર,
કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર,
દિયરે દીધી વધામણી રે, ભાભી આવ્યો તમારો વીર.
કસરે બાંધી ને વેણ ચોસરી રે, હૈયૈ હરખ ન માય,
મોસાળા આવિયાં.
ઝબક્યાં તે વેલના કાંગરાં રે, ઝબક્યાં ધોરીડાના શીંગ,
મોસાળા આવિયાં.
ઝબકી વીરાની પાઘડી રે, ઝબક્યાં ભાભીના ચીર,
મોસાળા આવિયાં.
ઝબક્યો મોતીજડ્યો મોડિયો રે, ઝળહળી મોસાળાની છાબ,
મોસાળા આવિયાં.
ઘડ રે લુહાર, ઘડ દીવડો, હું તો મેલીશ માંડવા હેઠ,
મોસાળા આવિયાં.
ઢાળો રે માંડવડે ઢોલિયા રે, હું તો બેસીશ વીરાજીની જોડ,
મોસાળા આવિયાં.
વીરો મોસાળા લાવિયો રે, વીરો વરસ્યો છે માંડવા હેઠ,
મોસાળા આવિયાં.
ભાભીએ મોસાળાની છાબ ભરી, બેની વધાવો તમે છાબ,
મોસાળા આવિયાં.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.