વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (2)
શકનિયો છે જોશીડાનો બેટો,
ચોઘડિયા જોઈ જોઈ સામો જડિયો.
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (2)
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો,
શકનિયો છે કસુંબીનો બેટો,
ઘરચોળા લઈ લઈ સામો જડિયો.
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (2)
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો,
શકનિયો છે મણિયારાનો બેટો,
ચૂડલિયું લઈ લઈ સામો જડિયો.
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (2)
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો,
શકનિયો છે સોનીડાનો બેટો,
હારલિયો લઈ લઈ સામો જડિયો.
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો (2)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.