તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા,
ધીમી ધીમી મોટર હાંકો રે.
(જે તે શહેરનું નામ બોલવું) શહેરના ચાર દરવાજા,
પહેલે દરવાજે ઊભી રાખો રે.
પહેલે દરવાજે કસુંબીના હાટ છે,
ઘરચોળા મોલવીને આવો ને.
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા,
ધીમી ધીમી મોટર હાંકો રે.
(જે તે શહેરનું નામ બોલવું) શહેરના ચાર દરવાજા,
બીજે દરવાજે ઊભી રાખો રે.
બીજે દરવાજે મણિયારાના હાટ છે,
ચૂડલો મોલવીને વેલા આવો રે.
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા,
ધીમી ધીમી મોટર હાંકો રે.
(જે તે શહેરનું નામ બોલવું) શહેરના ચાર દરવાજા,
ત્રીજે દરવાજે ઊભી રાખો રે.
ત્રીજે દરવાજે સોનીડાના હાટ છે,
પહોંચો મોલવીને વેલા આવો રે.
તમે ધીમી ધીમી મોટર હાંકો વરરાજા,
ધીમી ધીમી મોટર હાંકો રે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.