Gujaratilexicon

બારે પધારો સોળે હો સુંદરી (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)

November 09 2019
GujaratilexiconGL Team

બારે પધારો સોળે હો સુંદરી,   

  આંગણે અલબેલા ઊભા રહ્યા. (2)

બારે નીકળતાં અમે હો લાજીએ,  

   અમને અમારા દાદા દેખશે. (2)

તમારા દાદાને તીરથ કરાવું,   

એક કાશી ને બીજી દ્વારિકા,   

બારે પધારો સોળે હો સુંદરી,   

  આંગણે અલબેલા ઊભા રહ્યા. (2)

બારે નીકળતાં અમે હો લાજીએ,  

   અમને અમારા કાકા દેખશે. (2)

તમારા કાકાને તીરથ કરાવું,   

એક કાશી ને બીજી દ્વારિકા.   

બારે પધારો સોળે હો સુંદરી,   

  આંગણે અલબેલા ઊભા રહ્યા. (2)

બારે નીકળતાં અમે હો લાજીએ,  

   અમને અમારા વીરા દેખશે. (2)

તમારા વીરાને તીરથ કરાવું,   

એક કાશી ને બીજી દ્વારિકા.   

બારે પધારો સોળે હો સુંદરી,   

  આંગણે અલબેલા ઊભા રહ્યા. (2)

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects