ઊંચા ઊંચા બંગલા બંધાવો,
એમાં કાચની બારીઓ મેલાવો,
કે વીરો મારો ઝગમગ થાય.
(વરનું નામ બોલવું)ભાઈ મારે મનડાંના મીઠા,
એના દાદાને દરબારમાં દીઠા,
કે વીરો મારો ઝગમગ થાય.
(વરનું નામ બોલવું)ભાઈ મારે મનડાંના મીઠા,
એના કાકાને કચેરીમાં દીઠા,
કે વીરો મારો ઝગમગ થાય.
(વરનું નામ બોલવું)ભાઈ મારે મનડાંના મીઠા,
એના મામાને મહોલાતુંમાં દીઠા,
કે વીરો મારો ઝગમગ થાય.
(વરનું નામ બોલવું)ભાઈ મારે મનડાંના મીઠા,
એના વીરાને વાડિયુંમાં દીઠા,
કે વીરો મારો ઝગમગ થાય.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.