એક હતો ચકો ને એક હતી ચકી
ચકો હતો ભોળો ને ચકી ભારે પક્કી
ચકો ગયો ચરવા લાવ્યો ચોખાનો દાણો
ચકી ખીચડી રાંધવા લાવી મગનો દાણો
ચકી ચોખા ખાંડે છે
પીતાંબર પગલા પાડે છે
રાજિયો ભોજિયો
ટીલડી ને ટચૂકીયો
એક હતો રાજા ને એક હતી રાણી
રાજા હતો બો.. બો.. બો બો બો…
બોબડો ને રાણી હતી કાણી
હાં, એના મોટા મહેલમાં રોજ વાગે વાજા
એના મોટા મહેલમાં રોજ વાગે વાજા
રાજા ખાતો રોટલો ને રાણી ખાતી ખાજા
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ