“ખાતર ઉપર દિવેલ દીધા પછી શું?
November 27 2019
Written By
Modern Bhatt
ખાતર ઉપર દિવેલ દીધા પછી શું?,
દર્દ લીધા પછી પાછું વાળવાનું શું?.
ભાગોળે છાસ છાગોળ્યા પછી શું?,
ભૂતકાળને વાગોળીને થૂંકવાનું શું?.
કઠણાઈ કરમની કીધા પછી શું?,
પ્રેમની કથાઓ વાંચીને ચૂંથવાનું શું?.
ટેરવાંના સ્પંદનોને સ્મર્યા પછી શું?,
પ્રણયના સ્પંદનોને વાગોળવાનું શું?.
અંતરની આરસીમાં જડ્યા પછી શું?,
હ્રદયની દિવાલને ખીલ્લા જડવાનું શું?.
અનિલ દવે. (“અનુ”)
More from Modern Bhatt



More Kavita



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં