ટીકટીક ટીકટીક ચાલે સસલાં,
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
કૂણાં તરણાં ખાતાં રે, દોડી દોડી જાતાં રે,
ડગમગ ડગમગ જોતાં રે કેવાં સસલાં,
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
ટીકટીક ટીકટીક ચાલે સસલાં,
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
રેશમ જેવા સુંવાળા, ગોરા ગોરા રૂપાળા,
ધીમે કૂદકાં મારે રે નાના સસલાં,
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
ટીકટીક ટીકટીક ચાલે સસલાં,
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
ધીંગામસ્તી કરતાં રે, બાથંબાથી કરતાં રે,
રમ્મત ગમ્મત કરતાં રે નાના સસલાં,
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
ટીકટીક ટીકટીક ચાલે સસલાં,
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં