બિલ્લીમાસી ઘરમાં ઘૂસી ગુપચુપ ગુપચુપ ચાલે જી,
રસોડામાં ફરતાં ફરતાં, ઘી દૂધ ચાટે જી.
કાળું કાળું ગલુડિયું વાઉં-વાઉં વાઉં-વાઉં કરતું,
દૂધ પીવા આપું તો પટ પટ પૂંછડી કરતું.
કાળી કાળી ભેંસ છું, ઘાસ ખૂબ ખાઉં છું,
મીઠું મીઠું દૂધ આપું, સૌને તાજા રાખું છું.
તબડક તબડક દોડું છું, ઘોડો મારું નામ,
ચણા, ઘાસ આપો તો લઈ જાઉં તમારે ગામ.
વાંદરાભાઈ વાંદરાભાઈ, ઊંચી ડાળે હીંચકા ખાય,
મીઠાં મીઠાં જાંબુ ખાતાં હૂપ હૂપ કરતાં જાય.
દેડકાભાઈ દેડકાભાઈ, પાણીમાં તો રહો છો,
ડ્રાઉં ડ્રાઉં કરો છો, લાંબો કૂદકો મારો છો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.