લઈ લો પાટી દફતર પોથી, આજે છે સોમવાર,
નાસ્તાનો ડબ્બો ભૂલશો મા, આજે છે મંગળવાર.
કાઢો કાઢો પતંગ-માંજો, આજે છે બુધવાર,
ગુરુજનને તે વંદન કરજો, આજે છે ગુરુવાર.
શુક્રવારે ચણા ફાકજો, આજે છે શુક્રવાર,
જય બોલો બજરંગબલીની, આજે છે શનિવાર.
રમત ગમત ને હરવા ફરવા થાવ આજ તૈયાર,
રજા મજા ને ખેલનો દિવસ,
આજે છે રવિવાર, આજે છે રવિવાર.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.