ચકલી બોલે ચીં ચીં, ટીપું પાણી પી પી,
કાગડો બોલે કા કા, મોટે સાદે ગા ગા.
કોયલ બોલે કૂ કૂ, હોલો બોલે ઘૂ ઘૂ,
કૂકડા કૂકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક છૂક.
બકરી બોલે બેં બેં, આલો પાલો લે લે,
મીની મીની મ્યાઉં મ્યાઉં, ઓરી આવ દૂધ પાઉં
ઉંદર મામા છૂ છૂ, સામે ઊભો હું છું
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં